Friday, 17 December 2021

From Organ Donor Madhavi Thakkar

    ફરિયાદી અરજદાર:

નામ - બંસરીબેન પ્રકાશચંદ્ર ઠક્કર

                   એડ્રેસ - 34, ઉમા પાર્ક, જનપથ સોસાયટી ની પાછળ,

ઘોડાસર,

અમદાવાદ - 380050

મો. નં – 9898010940

 

પ્રતિ શ્રી,

 

1). પ્રતિ મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબ શ્રી - દિલ્હી

 

2). પ્રતિ માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી - દિલ્હી  

  પીએમઓ શ્રી ની કચેરી

 

3). પ્રતિ ચીફ જસ્ટીસ સાહેબ શ્રી સુપ્રીમ કોર્ટ -દિલ્હી

 

4). પ્રતિ હોમ મિનિસ્ટર સાહેબ શ્રી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા – દિલ્હી

 

5). પ્રતિ સ્વાસ્થ્ય મંત્રી સાહેબ શ્રી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા – દિલ્હી

 

6). પ્રતિ ગૃહ સચિવ સાહેબ શ્રી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા – દિલ્હી

 

7). પ્રતિ હેલ્થ સચિવ સાહેબ શ્રી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા – દિલ્હી

 

8). પ્રતિ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર સાહેબ શ્રી - દિલ્હી

  સિવીસી

 

9). પ્રતિ સક્ષમ સત્તા અધિકારી સાહેબ શ્રી જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ – દિલ્હી

 

10). પ્રતિ મેડિકલ કાઉન્સિલ સાહેબ શ્રી ભારત

 

11). પ્રતિ સક્ષમ સત્તા અધિકારી સાહેબ શ્રી જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ – ગાંધીનગર, ગુજરાત

 

12). મહામહિમ પ્રતિ રાજ્યપાલ સાહેબ શ્રી - ગાંધીનગર, ગુજરાત

 

13). પ્રતિ મુખ્યમંત્રી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય - ગાંધીનગર, ગુજરાત

 

14). પ્રતિ ચીફ જસ્ટિસ સાહેબ શ્રી હાઈ કોર્ટ - ગુજરાત

 

15). પ્રતિ નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી  - ગાંધીનગર, ગુજરાત

 

16). પ્રતિ ગૃહ મંત્રી સાહેબ શ્રી - ગાંધીનગર, ગુજરાત

 

17). પ્રતિ ગૃહ સચિવ સાહેબ શ્રી -  ગાંધીનગર, ગુજરાત

 

18). પ્રતિ હેલ્થ સચિવ સાહેબ શ્રી - ગાંધીનગર, ગુજરાત

 

19). પ્રતિ ડીજીપી સાહેબ શ્રી- ગાંધીનગર, ગુજરાત

 

20). પ્રતિ સક્ષમ સત્તા અધિકારી સ્ટેટ વિજિલન્સ સાહેબ શ્રી - ગાંધીનગર, ગુજરાત

 

21). પ્રતિ સક્ષમ સત્તા અધિકારી ગૃહ વિજિલન્સ સાહેબ શ્રી - ગાંધીનગર, ગુજરાત

 

22).પ્રતિ પોલીસ કમિશનર સાહેબ શ્રી ની કચેરી - શાહીબાગ, અમદાવાદ     

 

23). પ્રતિ માનવ અધિકાર આયોગ સાહેબ શ્રી - ગાંધીનગર, ગુજરાત

 

24). પ્રતિ વિરોધ પક્ષ ના નેતા સાહેબ શ્રી - કોંગ્રેસ પક્ષ, ગુજરાત

 

બાબત: અમો ફરિયાદી ના માતૃ શ્રી ની શેલ્બી હોસ્પિટલ ની સારવાર દરમિયાન ગંભીર ભૂલ ભરેલી બેદરકારી થી મૃત્યુ થયેલ તે બાબત ની પોલીસ ફરિયાદ દાખલ કરવા બાબતે

 

અમો અરજદાર નું ટૂંક માં વર્ણન :-

 

1). અમો અરજદાર ના માતૃ શ્રી ને ઘૂંટણ માં તકલીફ હોઈ અમો ચાલતા શેલ્બી હોસ્પિટલ માં બતાવવા ગયેલ. જ્યાં ડૉક્ટર વિક્રમ ભાઈ શાહ તેમજ તેમની ટીમ દ્વારા ઘૂંટણ નું ઓપેરશન કરવા તેમજ દાખલ થવા જણાવેલ.

 

2). અમો અરજદાર ની માતા નું ઘૂંટણ નાં ઓપેરશન માટે દાખલ 12.04.2021નાં રોજ થતાં ખર્ચ ની વિગત ની જાણકારી લીધેલ. અમોને ખર્ચ ની વિગત બાબતે ઓપેરશન ની સંપૂર્ણં સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ની રકમ અંદાજિત 2,78,000 રૂપિયા જણાવેલ.

 

3). અમો ડૉક્ટર ને ભગવાન સમજી ભરોસો રાખી દાખલ થયેલ. દાખલ થયેથી ઓપેરશન પણ કરવામાં આવેલ. અમો ખર્ચ ની રકમ નક્કી થયા મુજબ ભરપાઈ પણ કરેલ. અમોને વિશ્વાસ માં લીધા વગર ત્યાંથી 15.04.2021 નાં રોજ રજા પણ આપી દેવામાં આવેલ અને ડ્રેસિંગ બાબતે ની સમજ કરેલ.

 

4). અમો એ બીલ ભરપાઈ કર્યા બાદ ઘૂંટણ નું ઓપેરશન સારી રીતે થયેલ છે અને મારા માતા ફરીથી દુખાવા વગર ચાલતાં થઇ જશે તેમ અમોને જણાવેલ. અને અમો પરત ઘરે ગયેલ. અમોના માતા ને ઘરે લઇ ગયા બાદ ઘૂંટણ ના ઓપેરશન વાળી જગ્યાએથી ખુબ જ લોહી અને પરુ નીકળતું હતું. એનાથી બેડશીટ આખી ખરાબ થયાથી અને ડ્રેસિંગ વખતે અમોને માલુમ પડેલ કે ઓપેરશન બરાબર થયેલ નથી. તકલીફો વધુ ને વધુ ચાલુ છે. તેમ માલુમ પડેલ ત્યારે આમોએ શેલ્બી હોસ્પિટલ માં તરત સંપર્ક કરી પરત દાખલ 18.04.2021 નાં રોજ કરેલ.

 

5) પરત દાખલ કર્યા બાદ ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરેલ. સારવાર દરમિયાન અમોની પાસે તરત રૂપિયા ની માંગણી કરેલ. અમોએ ઘૂંટણ ની સારવાર બાબતે નાં અગાઉ નક્કી થયાં મુજબ તમામ રૂપિયા HDFC ERGO વીમા કંપની દ્વારા ચૂકતે કરાવેલ. પણ મારાં માતા ને  ઉત્તમ સારવાર મળી રહે અને મારાં  માતા ને તકલીફો તેમજ દર્દ સહન ના કરવું પડે તે આશય થી પરત માંગ્યા મુજબ ની રકમ અંદાજિત 2,23,000 રૂપિયા તારીખ 18.04.2021 નાં રોજ અમોએ વીમા કંપની દ્વારા ચુકવણી કરાવેલ.

 

6). અમો અમોની માતા ની સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા ઓપેરશન દરમિયાન થયેલ ગંભીર ભૂલ ભરેલી બેદરકારી સુધારવાની જગ્યાએ નિત નવા અખતરાઓ કરેલ. જે તે સમયે ડૉક્ટર દ્વારા ઘૂંટણ ના ભાગ ની બાયોપ્સી લઇ રિપોર્ટ કરવામાં આવેલ. જે રિપોર્ટ તેઓ ની હોસ્પિટલ નાં ડૉક્ટર ની બેદરકારી બહાર ના આવે તેમજ દર્દી વધુ ને વધુ હેરાન કેમ થાય અને વધુ રૂપિયા કેમ પડાવવાં તેવાં બદ ઈરાદા થી શેલ્બી દ્વારા લેવામાં આવેલ બાયોપ્સી નો રિપોર્ટ શેલ્બી દ્વારા જ ચોકસાઈ પૂર્વક કરેલ ન હતો.

 

7). અમો ને માનસિક, શારીરિક તેમજ આર્થિક તમામ બાબતે અસહ્ય ત્રાસ આપવામાં આવેલ અને વધુ રૂપિયા ની માંગણી કરેલ.

 

8). અમોને અસહ્ય ત્રાસ આપતાં માતા ની પીડા જોવાની સહન શક્તિ ના રહેતાં અમોએ આનંદ નગર પોલીસ સ્ટેશન માં 10.5.2021 નાં રોજ ફરિયાદ કરેલ. તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે આમરણ ઉપવાસ પર પણ ઉતરેલ જેની જાણ અમોએ લોક જાગૃતિ અને ન્યાય નાં હિત માં સોશ્યિલ મીડિયા પર અમો અમારો વિડિઓ બનાવી મુકેલ.

 

9). સોશ્યિલ મીડિયા નાં માધ્યમ થી અમોના સમાજ તેમજ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અન્ય સમાજ તેમજ રાજકીય પાર્ટીઓ ન્યાય મળે તેવા આશય થી મદદે આવેલ.

 

10). અમોના માતૃશ્રી ની સારવાર દરમિયાન થયેલ ગંભીર ભૂલ ભરેલી બેદરકારી ઉજાગર થયેલ જેથી સેલ્બી નાં ડોક્ટરો મારા માતા ને મોત નાં મુખ માં ધકેલવાં નાં કામો કરેલાં. મારી માતા ની સારવાર ના થતી હોઈ તબિયત વધુ ને વધુ પડતી બગડતી હોઈ જેથી અમોએ ન્યાય માટે થઈને પોલીસે તેમજ અન્ય સક્ષમ સત્તા ના અધિકારીઓ પાસે મદદ ની માંગણી કરેલ જે તે સમયે અમોની પાસે વધુ રૂપિયા ની માંગણી પણ કરેલ. તેમજ તમામ પ્રકાર ની સારવાર અને સુવિધા (સર્વિસો) પણ બંધ કરવામાં આવેલ. અને મારા માતા ની ગંભીર હાલત હોવા છતાં પણ અમને વારંવાર હોસ્પિટલ માંથી જતા રહેવા દબાણ કરવામાં આવેલ. આ બાબત ની અનેક વાર 100 નંબર કંટ્રોલ મેસેજ, આનંદનગર પી આઈ , ઝોન 7 ડીસિપી સાહેબ તેમજ ઇન્ચાર્જ સેટેલાઈટ પીઆઇ શ્રી, તેમજ એસપી સાહેબ અને એસપી મેડમ સાહેબ ને પણ સમગ્ર પ્રકરણ બાબતે માહિતગાર હતાં. ન્યાય ની પ્રક્રિયા બાબતે કોઈપણ જાત ની નક્કર કાર્યવાહી કરેલ ન હતી.

 

11). શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો રાજકીય નેતા , સરકારી, અર્ધ સરકારી અધિકારીઓ તેમજ માથાભારે ઇસમો અને ઘરોબો સંબંધ ધરાવતાં હોઈ આ પ્રકરણ માં ભીનું સંકેલવાનાં તમામ પ્રયાસો થયા છે. જેના આધારે આજ દિન સુધી શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો ની ભૂલ ભરેલી બેદરકારી થી મારાં માતા મોત નાં મુખ માં ગયેલ તે બાબત ની ન તો ફરિયાદ તેમજ અન્ય સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

12). અમો અરજદાર દ્વારા આનંદનગર પોલીસે સ્ટેશન માં જે તે ફરિયાદ સમયે શેલ્બી માં થયેલ સારવાર બાબત નાં પેપર્સ જમા કરાવેલ.

 

ગુજરાત મેડિકલ કાઉન્સિલ નાં ડોક્ટરો નાં નામો

 

1). ડૉક્ટર ઝેડ એમ પટેલ - સભ્ય શ્રી

 

2). ડૉક્ટર બી  બી સોલંકી - સભ્ય શ્રી

 

3). ડૉક્ટર રજનીશ પટેલ - ચેરમેન શ્રી

 

4). ડૉક્ટર પિયુષ એસ મિત્તલ - સભ્ય શ્રી

 

5). ડૉક્ટર તુષાર શર્મા - સભ્ય શ્રી

 

જેનાં આધારે સિવિલ હોસ્પિટલ નાં ડોક્ટરો પાસેથી શેલ્બી ની વગ નાં કારણે સિવિલ હોસ્પિટલ નાં ડોક્ટરો દ્વારા મેડિકલ નેગેલીજન્સી થતી નથી. જેથી આપની ફરિયાદ લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટ નાં માનનીય જજ શ્રી લલિતા કુમારી ના જજમેન્ટનો આશરો લઇ હેલ્થ બાબતેની ફરિયાદ હોય તો સરકારી હોસ્પિટલ માંથી અભિપ્રાય લઈ ગુનો દાખલ કરવો. પરંતુ આપના કેસમાં સરકારી હોસ્પિટલનો ઓપિનિયન માં મેડિકલ નેગ્લિજેનસી સાબિત થતી નથી. જેથી આપની ફરીયાદ લેવામાં નહીં આવે  તેમ જણાવેલ. શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો દ્વારા મળતિયાઓ સાથે મળી ભીનું સંકેલવાનું પુરતો પ્રયાસ થયો છે ને હાલમાં પણ થાય છે.

 

13). શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો દ્વારા મારાં માતા માધવીબેન નાં ઘૂંટણ ની બાયોપ્સી લેવામાં આવેલ હતી. તે બાયોપ્સી નો શેલ્બી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ જે અમોને શંકા જતા અમો દ્વારા અન્ય જગ્યાએ બાયોપ્સી નો રિપોર્ટ કરવા અમોએ પ્રયત્ન કરેલ.અને અમો રાજકોટ ભટ્ટ લેબોરેટરી નો સંપર્ક કરતાં આ રિપોર્ટ અમોને ત્યાં થશે તેમ જણાવેલ. જેથી અમો ભટ્ટ લેબ રાજકોટ ખાતે ગયેલ જ્યાં અમો બાયોપ્સી શેલ્બી દ્વારા લેવામાં આવી હતી તે આપેલ જેમાં શેલ્બી નો ટેગ  હતો. જે તે સમયે અમોની પાસે રિપોર્ટ કરવાં નક્કી થયેલ. ચાર્જ રકમ ગૂગલ પેય માધ્યમ થી પેમેન્ટ કરેલ. જેની અમને રીસિપ્ટ મળેલ. અમોને જણાવેલ કે પાંચ દિવસ બાદ રિપોર્ટ તૈયાર થાય બાદ અમો આપને ટેલિફોનિક જાણ કરીશું. ત્યારે આપ રિપોર્ટ મેળવી લેશો. અમો રાજકોટ થી પરત ફરતાં સાંજે 04.00 થી 05.00 નાં સમય દરમિયાન અમોને ભટ્ટ લેબો. રાજકોટ થી ફોન આવેલ કે આપનો બાયોપ્સી રિપોર્ટ થઇ શકશે નહીં.આપ પરત લઈ જાઓ. અમો ત્યાંથી  પરત ફરતા તે જ દીવસે ભટ્ટ લેબ પર ગયેલ.જ્યાં અમોએ રિપોર્ટ બાબતે ચૂકવેલરકમ તેમજ બાયોપ્સી નાં બ્લોકો અમોને પરત કરવામાં આવેલ રૂપિયા પરત ચૂકવ્યાં તેમજ બાયોપ્સી પરત આપ્યા નાં તેઓની પાસે રીસિવ કર્યા નાં કોઈપણ પુરાવા નથી. પરંતુ અમો પાસે તેનાં પુરાવા છે. આ બાબતે અમોએ પૂછેલ કે આપણે ત્યાં રિપોર્ટ થાય છે. આપે માંગ્યા મુજબ ની રકમ આપેલ છે તો શા માટે રિપોર્ટ નથી કરતાં ને પરત આપો છો? તો અમોને જણાવેલ કે શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો દ્વારા અમોના ડૉક્ટર સાહેબ ને ફોન આવેલ જેથી આપનો રિપોર્ટ નહીં કરી પરત આપવા જણાવેલ છે.

 

14). શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો દ્વારા તેઓ ની હોસ્પિટલ માં ઘૂંટણ ની સારવાર દરમિયાન લીધેલ બાયોપ્સી નો રિપોર્ટ સેલ્ફ રિક્વેસ્ટ થી અમદાવાદ ગ્રીન ક્રોસ લેબોરેટરી ખાતે કરાવામાં આવેલ. ત્યાંનાં રિપોર્ટ્સ તેમજ શેલ્બી નાં રિપોર્ટ  માં ખુબ જ વિસંગતાઓ દેખાય છે. શેલ્બી હોસ્પિટલ દ્વારા ઘૂંટણ ની સારવાર દરમિયાન લેવામાં આવેલ બાયોપ્સી નો અમો દ્વારા રિપોર્ટ ડો  અનિતા મેડમ બોર્જિસ

 

હોદ્દો

1). પ્રેસિડેન્ટ - એસઆરએલ ડાયગ્નોસ્ટિક સેન્ટર - હિસ્ટાપેથોલોજી

2). વાઇસ પ્રેસિડેન્ટ (એશિયા) - ઇન્ટરનેશનલ એકેડેમી - પેથોલોજી

 

એડ્રેસ

સેન્ટર ફોર ઓનકોપેથોલોજી

રેક્ટિફાયર હાઉસ, ત્રીજે માળ, 570, નાય ગાવ ક્રોસ રોડ, વડાલા, મુંબઈ, મહારાષ્ટ્ર - 400031

 

ત્યાં અમોએ રિપોર્ટ કરાવેલ. જેમનાં રિપોર્ટો તેમજ શેલ્બી નાં રિપોર્ટ ખુબ જ ગંભીર મોટી કહી શકાય તેવી વિસંગતાઓ આવેલ.

 

15). શેલ્બી નાં ડોક્ટરો દ્વારા  દ્વારા ઘૂંટણ ની બાયોપ્સી લીધેલ હોઈ એ બાયોપ્સી નાં બ્લોકો માં પણ ગંભીર ભૂલ ભરેલી ખામીઓ હોઈ તે બાબત નો પણ અમોને ઇન્ટર સ્લાઈડ બદલી નાખેલ છે. જે અમોને લેખિત માં ફોટો કોપી પુરાવા સાથે ડો અનિતા મેડમ બોર્જિસ દ્વારા પણ જાણકારી આપેલ.

 

16). જે તે સમયે શેલ્બી હોસ્પિટલ નાં અસહ્ય ત્રાસ અને દબાણ ને કારણે તેમનાં રેકોર્ડ ઉપર 18.05.2021 નાં રોજ રજા આપેલ પરંતુ હકીકત માં અમોએ 23.05.2021 નાં રોજ અન્ય હોસ્પિટલ માં ત્યાંથી રજા લઇ દાખલ કરેલ. જેનાં પુરાવા શેલ્બી હોસ્પિટલ નાં CCTV કેમેરા, સ્થાનિક પોલીસ સ્ટેશન, મીડિયા તેમજ સમાજ ની હાજરી માં  લઇ ગયેલ. ઇન્ડોવ્સક ની સારવાર દરમિયાન ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટર દ્વારા પગ નાં ઘૂંટણ નાં ઓપરેશન વળી જગ્યા ઉપર એક્સ-રે કરાવેલ. જે રિપોર્ટ માં સિમેન્ટ સ્પેસર ઈલીગલીટી જણાવે છે.

 

17). અમો અરજદાર નાં માતા માધવીબેન ને ચાલતાં શેલ્બી હોસ્પિટલ લઇ ગયેલ પરંતુ અમોના માતાના સારવાર ના નામે અમો પાસે માત્ર રૂપિયા પડાવવામાં આવતા હતા. શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો દ્વારા મારા માતા ને મોત નાં મુખ માં ધકેલી દીધા હતાં. શરૂઆત નાં તબક્કે અમોને માલુમ નાં હોવાથી ડો. ને ભગવાન માની તેઓ દ્વારા જે કઈ પણ સારવાર કરતાં હતાં તેમાં અમો હાજી હાજી કરતાં રહ્યાં. જયારે અમોને સાચી હક્કીકત નું ભાન થયું કે મારાં માતા ને શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો તેમજ મેનેજમેન્ટ દ્વારા મોત નાં મુખ માં ધકેલી દીધેલ છે અને માત્ર રૂપિયા પડાવાનું કાર્ય થઇ રહ્યું છે. જેથી અમો મારા માતા ને મોત નાં મુખ માંથી બચાવી શકીએ અને ઉત્તમ સારવાર મળી રહે તેવાં આશય થી ઇન્ડોવ્સક હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, જીસીઇએસ હોસ્પિટલ તેમજ કેરળ માં આવેલી અમૃતા હોસ્પિટલ માં સારવાર કરાવેલ. મારા માતા ચાલતા શેલ્બી હોસ્પિટલ ડોક્ટરો પાસે ગયેલ તો પણ એટલી હદ સુધી ગંભીર ભૂલ ભરેલી બેદરકારીઓ રાખી જુદાં જુદાં અખતરાઓ કરી મોત નાં મુખ માં ધકેલી દીધેલ જેનો અમો દ્વારા અથાગ સુધારવાનો પ્રયત્ન કરેલ છતાં પણ સફળતા ન મળી. અંતે શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટર દ્વારા મોત નાં મુખ માં ધકેલી દીધેલ તેમનાં દ્વારા કરવામાં આવેલ કાર્ય ને સફળતા મળેલ અને 23.07.2021 નાં રોજ મારાં માતા નું અવસાન થયું.

 

18). અમો દ્વારા અમારાં માતા નાં સારવાર માટે એસવીપી હોસ્પિટલ નાં ડોક્ટરો નો પણ સંપર્ક કરેલ. તેમનાં દ્વારા પણ લેખિત માં મળેલ પત્ર ની નકલ માં પણ સ્પષ્ટ જણાવેલ હતું.

 

મે માનનીય સાહેબ શ્રી,

 

સવિનય સાથે જણાવવાનું કે અમો ફરિયાદી નાં માતા સાથે શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો તેમજ મેનેજમેન્ટ દ્વારા ગંભીર ભૂલ ભરેલી બેદરકારી રાખી અમાનવીય કૃત્ય કરી મારાં માતા ને ચાલતા લઇ ગયેલ તે છતાં પણ મારાં હેસિયત કરતાં પણ વધુ રકમ નો ખર્ચ કરેલ. તો પણ મારાં માતા ને મોત નાં મુખ માં ધકેલી દેનાર ડોક્ટર ની ટીમો તથા મેનેજમેન્ટ પર અમોએ આપેલ પો. ફરિયાદ ન્યાય નાં હિત માં આજ દિન સુધી લીધેલ નથી. મારી જાણ મુજબ મેં લગભગ તમામ સક્ષમ સત્તા ઑથોરિટીઓ ની મારી સમજ મુજબ ઈમેલ તેમજ લેખિત માં ફરિયાદ કરેલ છે. પરંતુ આજ દીન સુધી અમોની શેલ્બી હોસ્પિટલ કે ડોક્ટરો નાં વિરુદ્ધ માં કોઈપણ જાત ની કાર્યાવહી કરવામાં આવેલ નથી. મારી જાણ મુજબ ભારત નાં બંધારણ માં કાયદાઓનું પોલીસ પ્રશાસન તેમજ અન્ય સક્ષમ સત્તાઓ દ્વારા કાયદા નું પાલન કરાવવાનું રહે છે. પરંતુ કાયદા નાં રક્ષક જ ભક્ષક બની ગયેલ હોઈ એવું લાગે છે. અમોએ અરજી માં જણાવેલ તે મુજબ રાજકીય ક્ષેત્ર, સરકારી, અર્ધ સરકારી ક્ષેત્ર, માથાભારે વ્યક્તિઓ સાથે સંકળાયેલ તેમજ વગ ધરાવતાં શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો તેમજ મેનેજમેન્ટ હોઈ જેથી અમોએ કરેલ ફરીયાદ પોલીસ લેતી નથી. તપાસ નાં નામે ટાઈમપાસ કરી રહ્યાં હોઈ તેમ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે. પોલીસ પ્રશાસન નાં ઉચ્ચ અધિકારીઓ કાયદા નાં વિદ્વાન, જ્ઞાની તેમજ તજજ્ઞ હોવા છતાં પણ ઉચ્ચ હોદ્દા પાર બિરાજમાન અમોએ રજુ કરેલ તમામ પુરાવાઓ (અંગ્રેજી ભાષા માં) ડોક્ટર્સ નાં રિપોર્ટસો, શેલ્બી તેમજ અન્ય રિપોર્ટ્સ માં વિસંગતતા દેખાતી હોવા છતાં પણ શેલ્બી હોસ્પિટલ નાં ડોક્ટરો તેમજ મેનેજમેન્ટ ને બચાવવાનો લૂલો, પાંગળો પ્રયાસ કરી રહ્યાં છે. શેલ્બી નાં ડોક્ટરો, મેનેજમેન્ટ, પોલીસ પ્રશાસન તેમજ સિવિલ નાં મળતિયા ડોક્ટરો જે આ કેસ માં મદદગારી કરી રહ્યાં છે તેમને ફક્ત શેલ્બી નાં ઔપચારીક પેપર્સ ને ધ્યાને લઇ પૂર્ણ કેસ નો અભ્યાસ કર્યા સિવાય તેમજ અન્ય હોસ્પિટલ લેબો. નાં રિપોર્ટસો ને ધ્યાન માં લીધા વગર મેડિકલ નેગેલીજન્સી સાબિત થતી નથી. તેવું લેખિત માં આપી ભીનું સંકેલવાનાં સાથે રહી કાર્ય કરેલ છે. આપ સાહેબ શ્રી ને અમો અરજદાર ની નમ્ર વિનંતી સહ ન્યાય નાં હિત માં ઉચ્ચ હોદ્દા ઉપર સક્ષમ સત્તાધિકારીઓ સરકારી, અર્ધ સરકારી તમામ એજન્સીઓ આપ કાયદા નાં વિદ્વાન ને જ્ઞાની હોઈ અમોએ આ સાથે રજુ કરેલ પુરાવા ની ગંભીરતા થી નોંધ લઇ મારાં માતા તેમજ અન્ય પરિવારો સાથે શેલ્બી નાં ડોક્ટરો તેમજ મેનેજમેન્ટ દ્વારા કરેલ કૃત્ય બદલ ની ગંભીરતા થી નોંધ લઇ રજુ કરેલ પુરાવા ને ધ્યાને લઇ તાકીદે પો. ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ શેલ્બી હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ માં કાયદાકીય તમામ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવે તે અમો અરજદાર ની નમ્ર લેખિત ફરિયાદ સહ વિનંતી છે.

 

આપનો વિશ્વાસુ

 

 

બંસરી ઠક્કર

 

બિડાણ:

 

1). શેલ્બી કાર્ડ

2). શેલ્બી હિસ્ટાપેથોલોજી રિપોર્ટ

3). શેલ્બી ની બંને ડિસ્ચાર્જ ફાઈલ

4). રિકવેસ્ટ લેટર ભટ્ટ લેબ અને  પેમેન્ટ રીસિપ્ટ

5). ગ્રીન ક્રોસ રિપોર્ટ

6). ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટર

7). અનિતા મેડમ ઇમેઇલ અને રિપોર્ટ

8). એસવીપી હોસ્પિટલ અને ઇન્ટરનેશનલ હોસ્પિટલ ઇમેઇલ

9). પીએમ રિપોર્ટ

10). મેડિકલ કાઉન્સિલ ઝેરોક્ષ

 

શેલ્બી હોસ્પિટલ તેમજ મેનેજમેન્ટ અને મારાં માતા ની સારવાર દરમિયાન થયેલ અન્ય તમામ પુરાવા તેમજ ફોટોગ્રાફ્સ  આનુસંગિક પુરાવા જરૂર જણાય તો અમોને લેખિત માં જણાવશો તો અમે આપને આપીશું.

No comments:

Post a Comment

Justice for Madhavi Thakkar against Shalby Hospital

  https://images.app.goo.gl/96Q3Qi8CrAr7EkWe6 में कोन। चलो मेरी पहचान करे। गुजरात का कुख्यात गुंडा। डॉक विक्रम शाह शेल्बी हॉस्पिटल जिसको मेन...