દર્દીના પગમાં ખોટા ઓપરેશન બાદ વિવાદોમાં આવેલી શેલ્બી હોસ્પિટલની વધુ એક દાદાગીરી સામે આવી છે.
- અમદાવાદની શેલ્બી હોસ્પિટલે દર્દીના પરિવારજનો સાથે દાદાગીરી
- શેલ્બીના બાઉન્સરો દ્વારા દર્દીના પરિવારજનો સાથે મારામારી કરી
- પત્રકાર અને દર્દીના પરિવારજનો સાથે કરી ધક્કામૂક્કી
હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો
અમદાવાદની જાણીતી હોસ્પિટલોમાં શેલ્બી હોસ્પિટલનું નામ આવે છે પરંતુ સારવાર માટે લાખો રૂપિયા લેતી ખાનગી હોસ્પિટલે ઊભી કરેલી છબી પરથી હવે પડદો ઉઠી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. અમદાવાદના વૃદ્ધાના ખોટા પગનું ઓપરેશન કરી દેવાના કેસમાં હોસ્પિટલે આજે પણ દાદાગીરી કરી હતી. વૃદ્ધા દર્દીને ડિસ્ચાર્જ કરવા સમયે પણ શેલ્બી હોસ્પિટલમાં ભારે હોબાળો તથા મારપીટના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાઉન્સરોએ પોલીસની હાજરીમાં જ દાદાગીરી કરી.
દર્દી સાથે પણ કરવામાં આવી ગેરવર્તણૂક
દર્દીના સ્વજનો તથા દર્દીના દીકરી બંસી ઠક્કર માતાને મેન ગેટથી લઈ જવા માંગતા હતા પરંતુ તેમાં પણ હોસ્પિટલે દાદાગીરી શરૂ કરી તથા બાઉન્સરો ગોઠવી દીધા. સ્વજનોએ પોલીસ બોલાવી છતાં પોલીસની હાજરીમાં જ હોસ્પિટલના બાઉન્સરોએ લૂખાઓની માફક લોકો સાથે ધક્કામુક્કી કરી હતી. કરોડ રૂપિયાનો બિઝનેસ કરતી હોસ્પિટલે ડિસ્ચાર્જ સમયે દર્દીને સ્ટ્રેચર પણ ન આપ્યું. જોકે બબાલ બાદ તેમને મેન ગેટથી જ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસની હાજરીમાં પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી આ દાદાગીરી બાદ સવાલ ઊભા થાય છે કે હોસ્પિટલના તંત્ર પર કોના ચાર હાથ છે કે પોલીસની નજર સામે જ હોસ્પિટલ દ્વારા આવી દાદાગીરી કરવામાં આવી છે. અને શું અમદાવાદના તંત્રને હોસ્પિટલની આ દાદાગીરી નથી દેખાતી?
શું છે આખો મામલો?
અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં 12મી એપ્રિલે માધવીબેન ઠક્કર નામના 62 વર્ષના વૃદ્ધાએ પગમાં ની-રિપ્લેશમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશનના 4-5 દિવસ પછીથી વૃદ્ધાને પગમાંથી સતત લોહી નીકળી રહ્યું હોવાથી હોસ્પિટલમાં ડોકટરને જાણ કરી હતી. જે બાદ ડોક્ટરો અનેક વાર વૃદ્ધાની સર્જરી કરી અને પગમાં મોટું નુકસાન કરી નાખ્યું હોવાનો આક્ષેપ છે. વૃદ્ધાને હાલ પગ કાપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખોટા પગનું ઓપરેશન કર્યા બાદ પણ હોસ્પિટલે દર્દીની દીકરી પર બિલ ભરવા માટે દબાણ કર્યું તથા દીકરી સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે હોસ્પિટલની બેદરકારીના કારણે આજે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે જે દર્દી ચાલતા હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા હતા તેમને પથારીમાં બીજી હોસ્પિટલ લઈ જવા પડ્યા છે ગંભીર હાલતમાં.
સગાના દર્દીએ Vtv સાથે વાતચીત કરી હતી. Vtv સાથે વાતચીતમાં શૅલ્બી હોસ્પિટલ પર બંસરી ઠક્કરે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સાહેબ, હું લોહાણાની દીકરી છું અને સત્ય-ન્યાય માટે ક્યારેય પાછી નહીં પડું, જ્યંતિ રવિ, સી.આર પાટીલ, નીતિન પટેલ, વિજય રૂપાણી સર અને PMO તમામને અરજી કરું છું તો ફરિયાદ દાખલ કરવાની સલાહ મળે છે. જ્યારે મહામંથનમાં એક દીકરી રડી પડી, કહ્યું મને ન્યાય અપાવો બસ... મારી માતાના ઉદરના લોહીમાંથી જન્મી તેના કરતા કદાચ વધારે લોહી મેં અત્યારે જોયું છે.
Link - https://www.vtvgujarati.com/news-details/shalby-hospital-bouncers-hackled-patients-relatives
No comments:
Post a Comment